આહવા: સરકારી વિનયન અને વાણિજય કોલેજ, આહવા-ડાંગ ખાતે શિક્ષણ વિભાગના દિશા નિર્દેશાનુસાર આચાર્યશ્રીના ડો.યુ.કે.ગાંગુર્ડે ( G20 જીલ્લા નોડલ ઓફિસરશ્રી ), ના માર્ગદર્શન હેઠળ યુવાનોમા G-20 અંગે જાગૃતિ આવે તે હેતુથી G-20 Engagement group and working group વિષય ઉપર એક દિવસીય સેમીનારનુ આયોજન કરવામા આવ્યુ.
Decision News ને મળેલી માહિતી મુજબ સેમિનારમા કોલેજના અધ્યાપકો દ્વારા 15 સંશોધન લેખોનુ વાંચન કરવામા આવ્યુ હતુ. જેમા ભારતીય અધ્યાત્મ, સિગ્રીફીકેટસ ઓફ મીલેટ્સ G-20માં ભારતીય નાણાકીય વ્યવસ્થા ઉપર એક નજર, વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિ, ડાંગના પ્રવાસન સ્થળો પર રોજગારી મેળવતા આદિવાસી કુટુંબોનો આર્થિક અભ્યાસ, પર્યાવરણ અને ટકાઉ વિકાસ, ભારતીય સંસ્કૃતિમાં નૈતિક મૂલ્યો, G-20 લોગો અને વસુધૈવ કુટુંબકમ જેવા વિષયો ઉપર સંશોધન લેખોનુ વાંચન કરવામા આવ્યુ હતુ.
આ કાર્યક્રમમા કોલેજના પ્રાધ્યાપક શ્રી ગૌરાંગભાઇ ગાઈન (G20 કોલેજ નોડલ ઓફિસરશ્રી), શ્રીમતી ડો. હેતલ રાઉત (કો-ઓર્ડીનેટર) તથા કોલેજના તમામ પ્રાધ્યાપકો અને 89 વિધાર્થીઓ હાજર રહ્યા હતા.

