નવસારી: આજકાલમાં કારમાં અચાનક આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે ફરી એક વખત ગતરોજ નવસારી નેશનલ હાઈવે પર સુરત પાર્સીગની એક ચાલુ કારમાં આગ લાગી જતા ઘટના સ્થળ પર અફરાતફરી મચી જવા પામી હતી.

Decision News ને મળેલી વિગતો મુજબ નવસારી નેશનલ હાઈવે પર સુરત પાર્સીગની એક ચાલુ કારમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી જેમાં કારમાં સવાર લોકોની સમયસૂચકતાને કારણે કોઈ જાનહાની થવા પામી ન હતી. ઘટનાની જાણ થતાં જ ત્વરિત હાજર થયેલા  ફાયરબ્રિગેડે ઘણી જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

નવસારી વિસ્તારમાં કારમાં આગ લાગવાના બનેલા બનાવ અંગે હાલમાં પણ કોઈ સાચું કારણ જાણવા મળ્યું નથી. આવનારા સમયમાં બનાવ અંગે સત્ય બહાર આવશે એવું ઘટના સ્થળ પરના લોકોનું કહેવું હતું.