વાંસદા: હોળી અને ધુળેટીના આ દિવાસો દરમિયાન ઘણાં અકસ્માતોના બનાવો બનવા પામ્યા છે ત્યારે ગતરોજ વાંસદા તાલુકાના મોળાઆંબા ગામમાં GJ-15-BN 8871 યુનિકોર્ન બાઈકનો અકસ્માત થયો હતો જેમાં બાઈક ચાલકની ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
Decision News ને મળેલી જાણકારી મુજબ ગતરોજ વાંસદા તાલુકાના મોળાઆંબા ગામમાં GJ-15-BN 8871 યુનિકોર્ન બાઈકનો અકસ્માત થયો હતો જેમાં બાઈક ચાલકની ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. હાલમાં આ બાઈક સવારની ઓળખ થઇ શકી નથી અને અકસ્માત ઘટના કેવી રીતે બની એની પણ કોઈ ઠોસ કારણ જાણવા મળ્યું નથી.
સામાજિક આગેવાન બારુકુંભાઈ દ્વારા વાંસદા તાલુકાના મોળાઆંબા ગામમાં બનેલી આ જીવલેણ અકસ્માતની ઘટના અંગે જાણ કરી છે અને અકસ્માતની ઘટના સ્થળે જ મૃત્યુ પામેલા બાઈક સવારના સગાસંબધીને જાણ થાય એના પ્રયાસો હાથ ધર્યા છે.

