ગુજરાત: ‘તું જો મારી નહી થાય તો હું તને કોઇની નહી થવા દઉં’ એમ કહીને બીભત્સ ગાળો બોલી પ્રેમમાં પાગલ પુરુષે મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાનો કિસ્સો અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ 14 વર્ષથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં ક્લાસિસ ચલાવતી મહિલાનો ગોમતીપુરના પુરુષ સાથે પ્રેમસંબંધ હતો પણ પુરુષના લગ્ન થઇ ગયાની જાણ થતાં જ મહિલાએ છેલ્લા 6 વર્ષથી પ્રેમસંબંધ તોડી નાખ્યો હતો પણ એકબીજા સાથે વચ્ચે વાતચીત દોર ચાલુ હતો પણ મહિલાના જણાવ્યા અનુસાર વિતેલા 1 વર્ષથી વાતો પણ મેં બંધ કરી દીધી હતી. જેને લઈને એક દિવસ મહિલાના ક્લાસિસ પર પોહચી સ્ટાફની હાજરીમાં મહિલાને બીભત્સ ગાળો સાથે ‘તું કેમ મારી સાથે પ્રેમ સંબંધ રાખતી નથી, તું જો મારી નહી થાય તો હું તને કોઇની નહી થવા દઉં.’ એમ કહ્યું હતું.
ક્લાસિસ પર આવીને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતાં મહિલાએ અંતે કંટાળીને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી દીધી હતી જેને આધારભૂત માની પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

