ગુજરાત: શિક્ષણ વિભાગે આજે ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઑ માટે પરિક્ષાની તારીખો જાહેર કરી હતી. આ ધોરણની દ્વિતીય સત્રાંત પરીક્ષા આગામી 3 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન લેવાની રહેશે. પરિપત્રમાં જણાવ્યા મુજબ રાજ્યમાં સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં એક સૂત્રતા રહે એ માટે નિયત પરીક્ષાના સમય પત્રક પ્રમાણે જ પરીક્ષા લેવાની રહેશે.

પરીક્ષા માટેના પ્રશ્નપત્ર જીસીઆરટી દ્વારા કાઢવામાં આવશે. ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓએ આ માટેના પ્રશ્ન પેપરની નિયત કરેલી રકમ ચૂકવવાની રહેશે. સેલ્ફ ફાઇનાન્સ કે ખાનગી શાળાઓએ જીસીઇ આરટીના તૈયાર પેપર લેવા હોય તો તેઓએ પણ રકમ ચૂકવીને લઈ શકે છે.ધોરણ 3 અને 4માં વિદ્યાર્થીઓએ કસોટી પત્રમાં જવાબ લખવાના રહેશે, જ્યારે ધોરણ 5થી 8 માં અલગ ઉત્તરવહીમાં જવાબો લખવાના રહેશે.

ધો. 5 અને 8માં વિદ્યાર્થીઓને ઈ ગ્રેડ આવે તો બે માસની અંદર ફરી પરીક્ષા લઈને શાળામાં બઢતી આપી શકાશે. ધોરણ પાંચ અને આઠમા જ વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે એ સિવાયના વિદ્યાર્થીઓને નાપાસ કરી શકશે નહીં.