ઉમરપાડા: હોળીના બીજા દિવસ ખુબ મહત્વનું પણ આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે ત્યારે ખાસ કરીને સુરતના ઉમરપાડા તાલુકાના ઉકાઇ વિસ્થાપિત વિસ્તારમાં હોળીના બીજા દિવસે “પાણા”તરીકે ઉજવણી કરી હતી. આ કાર્યક્રમએ સૌનું ધ્યાન ખેચ્યું હતું.
ભલે ગુજરાત અને મહારાષ્ટ્ર વિભાજન થયું પણ તેમના તહેવારો કે કુટુંબ પરિવાર આજે પણ આદિવાસી સમાજ એકતા જોવા મળે છે. આદિવાસી સમાજની પરંપરાગત ખુબ વિવિધતા ધરાવે છે, ત્યારે હોળીના બીજા દિવસ ખુબ મહત્વનું હોય તે દિવસે ઘરે જમવાનું બનાવવામાં આવે છે. તે આદિવાસી પરંપરાગત મુજબ કેસૂડાંના પાન મુકવામાં આવે છે. જેમાં જમવાનું જેટલું પણ બનાવવામાં આવ્યુ તેને પુર્વજોને યાદ કરીને તેમના નામ પર ચઢાવવામાં આવે છે. સાથે મહુડાના દારુની “સાક” પાડવાં આવે છે. ઘરના તમામ સભ્યોને દ્રારા પુર્વજો ચઢાવ્યા બાદ જમવાનું કુટુંબ પરિવાર એકબીજા ઘરે આપવા જતાં હોય પુર્વજો દ્રારા રૂઢિ પરંપરાગત ચાલી આવી છે, ત્યાં બાદ જ જમવાનું બનાવવાનુ હોય છે.
આ પરંપરા સુરતના ઉમરપાડા તાલુકાના ઉકાઇ વિસ્થાપિત ગામો સાથે નર્મદા જિલ્લાના સાગબારા, ડેડીયાપાડા, તાપી જિલ્લાના ઉચ્છલ, નિઝર, કુકરમુંડા અને સોનગઢ સાથે ગુજરાતના અડીને આવેલ મહારાષ્ટ્ર રાજ્યના અક્કલકુવા, ધોડગામ,શાહદા અને નંદુરબાર વિસ્તારમાં આ પરંપરાગત મુજબ હોળીના આ રૂઢિનુ મહત્વ હોય છે.

