ઉમરપાડા: ભારતના ઇતિહાસમાં અને ગુજરાત ઇતિહાસ પ્રથમ ધટના બની છે કે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના સટવાણ ગામની રહેતી  એક આદિવાસી યુવતી અંકિતા વસાવાએ રોડ સાઇકલિંગ સ્પર્ધામાં 6 ગોલ્ડ મેડલ સાથે ઇતિહાસ રચ્યાની વાત બહાર આવી છે.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે  સુરત જિલ્લાના આદિવાસી વસ્તી ધરાવતો અંતરીયાળનો ઉમરપાડા તાલુકાના સટવાણ ગામની અંકિતા વસાવા એક માત્ર ગામની નહીં રાજ્ય અને દેશમાં ખેલો ઇન્ડિયા વુમન રોડ સાઇકલિંગ લિંક જે ગુજરાત સ્ટેટ સાઇકલિંગ એસોસિયેશન દ્રારા અમદાવાદ, બરોડા અને ગાંધીનગર ખાતે યોજાય હતી જેમાં 6 અલગ અલગ જગ્યાએ સ્પર્ધા યોજાય જેમાં તેમણે દરેક ઇવેન્ટમાં પ્રથમ રહીને ભારતના અને ગુજરાતના ઇતિહાસમાં આદિવાસી દિકરીએ પોતાની મહોર લગાડી ને ગુજરાત માં પોતાના નામનો ડંકો વગાડ્યો છે.

સફળની પાછળ તેમના મમ્મી સુમિત્રાબેન વસાવા જેઓ સ્વિમિંગમાં નેશનલ સ્પર્ધા રમ્યા છે,તેમની સતત માર્ગદર્શન કરતા હોય સાથે તેમના પિતા બહાદુરભાઇ વસાવા જેઓ દરેક રીતે ફ્રિડમ આપી છે. અંકિતાબેન બહાદુરભાઇ વસાવાએ સમગ્ર દેશમાં સાઇકલિંગ સ્પર્ધામાં આવનાર સમયમાં નેશનલ લેવલ સ્પર્ધાઓ‌ સ્થાન નક્કી થવું જવું.