સાગબારા: તેલંગણા થી આવેલ યુવા લિડર રેશુ કલ્યાણે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આવેલ આદિવાસી કુલદેવી યાહામોગીના દર્શન કરીને નારી શક્તિ એવોર્ડ સન્માનિત ઉષાબેન વસાવાનું રેશુ કલ્યાણે સન્માન કર્યું. તેમના કાર્યની સરાહનીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થયા તેઓ તેમના તેલંગણા સમાજ સેવામાં ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યાં છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ ઉષાબેન વસાવાએ તેમના ફિલ્ડ આવેલ કાર્ય વિશે માહીતી આપી હતી. રેશુ કલ્યાણે પ્રકૃતિ હોસ્પિટલ, કોડબાની મુલાકાત લીધી. તેમણે જણાવ્યું કે હોસ્પિટલની મુલાકાત દરમ્યાન એવું લાગ્યું કે કોઇ મ્યુઝિયમ હોય એવું લાગ્યું તેમના ભીંત ચિત્રોમાં વારલી ચિત્રકામ અને તેમની જીવનશૈલી વિશે સાથે આધુનિક યુગમાં સુધી તમામ બાબતોનું ચિત્રો દ્રારા પ્રસ્તુતિ અને હાલના સમયમાં લુપ્ત થતાં ચીજ વસ્તુઓ ત્યાં જોવા મળી સાથે હોસ્પિટલમાં લેબ અને ડોક્ટર તમામ આધુનિક ટેકનોલોજી સજ્જ હોસ્પિટલની મુલાકાત લીધી.
આ પ્રસંગે સામજિક સેવા સંગઠનો સાથે જોડાયેલા સમાજસેવામાં હંમેશા તત્પર એવા યુવાઓ બ્રિજેશ બુસારા, કેયુર કોંકણી, જ્યોતિષ ચૌધરી, અસ્મિતા ચૌધરી અને વિજય વસાવા હાજર રહ્યા હતા.

