ભરૂચ : તા- ૨૪,૨૫,૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ ઓલ ગુજરાત આઇટીઆઈ સ્ટાફની ટૂર્નામેન્ટ પિડિલાઈટ કિકેટ કપ- 2023નું આયોજન વડોદરા ખાતે સફળતાપૂર્વક કરાયું હતું. 3 દિવસ ચાલેલી આ સ્પર્ધામાં ગુજરાતના આઈટીઆઈ સ્ટાફની 16 ટીમોએ ભાગ લીધો હતો

Decision Newzne મળેલી જાણકારી પ્રમાણે ફાઇનલ મેચ નવસારી જિલ્લાની Navsari Titans અને મહેસાણા જિલ્લાની GJ-02 Destroyers વચ્ચે રમાઇ હતી જેમાં Navsari Titansની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરી GJ-02 Destroyers ટીમને નિર્ધારિત 8 ઓવરમાં 117નો લક્ષ્યાંક આપ્યો હતો જેની સામે GJ-02 Destroyers ટીમ માત્ર 63 રન જ બનાવી શકી હતી.આમ Navsari Titans 53 રનથી વિજયી બની હતી

આ ટૂર્નામેન્ટ Navsari Titansની ટીમ જીલ્લા નોડલ આચાર્ય શ્રી. પી.એસ.પટેલ તેમજ નવસારી જીલ્લાની ITI નાં તમામ આચાર્યશ્રીઓ ના માર્ગદર્શન તેમજ સાથ સહકારથી વિજયી બની હતી.