Decision Newzne મળેલી જાણકારી પ્રમાણે વલસાડ તા. ૦૧ માર્ચ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરથી મળેલી સુચના અનુસાર હવામાન ખાતા દ્વારા વલસાડ જિલ્લામાં તા.૧ માર્ચથી તા.૬ માર્ચ સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં લઈ ખેત પેદાશો, અનાજના જથ્થાને પરિવહન દરમિયાન કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કે અન્ય કોઈપણ જગ્યાએ વરસાદના કારણે નુકશાન ના પહોચે તે માટે જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવા તેમજ તકેદારીના પગલાઓ લેવા માટે નિવાસી અધિક કલેક્ટરશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

