સુરત: દક્ષિણ ગુજરાતમાં લગ્નોની મોસમ ચાલી રહી છે ત્યારે આજરોજ સુરત મહાનગરપાલિકા અઠવા પાર્ટી ઉમરા પોલીસ સ્ટેશન પાસે ધોડિયા સમાજ સુરત દ્રારા 25 મો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ આજરોજ સુરત મહાનગરપાલિકા અઠવા પાર્ટી ઉમરા પોલીસ સ્ટેશન પાસે ધોડિયા સમાજ સુરત દ્રારા 25 મો સમૂહ લગ્નોત્સવમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો. પ્રદીપભાઈ પટેલ, MLA નરેશ પટેલ, MLA મોહન ધોડિયા સમસ્ત આદિવાસી સમાજ નવસારીના પ્રમુખ ડો નિરવ પટેલ પોતાના હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. એવું જાણવા મળ્યું છે 40 નવ યુગલોએ આ સમૂહ લગ્નોમાં એક બીજા સાથે સાથ નિભાવાવની આદિવાસી પરંપરા પ્રમાણે કસમો લીધી હતી.
સુરત મહાનગરપાલિકા અઠવા પાર્ટી ઉમરા ધોડિયા સમાજ સુરત દ્રારા યોજાયેલા 25 મો સમૂહ લગ્નોત્સવમાં આદિવાસી વાનગી જમવામાં અને આખા મંડપ આદિવાસી પોસ્ટરો લગાવામાં આવ્યા હતા જે એની શોભામાં વધારો કર્યો હતો

