વઘઈ: ગતરોજ વઘઇ તાલુકાનાં કાલીબેલ ગામની સગર્ભા મહિલા પ્રેમીલાબેન નિલેશભાઈ પવારને પ્રસુતિનો દુઃખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સ બની જીવનરથ અને તેની ટીમ માં દીકરીની નવ જીવનદાતા બન્યાની ઘટના પ્રકાશમાં આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વઘઇ તાલુકાનાં કાલીબેલ ગામની સગર્ભા મહિલા પ્રેમીલાબેન નિલેશભાઈ પવારને દુઃખાવો થતાં 108 એમ્બ્યુલન્સને સારવાર માટે લઇ જવા ફોન કરવામાં આવ્યો હતો અને ફોન કર્યાના ગણતરીની મીનીટોમાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ કાલીબેલ ગામમાં આવી હતી હતી અને સગર્ભા મહિલાને આહવા સિવિલ હોસ્પિટલ તરફ કરી હતી પણ રસ્તામાં જ સગર્ભા મહિલાને પ્રસુતિનો અસહ્ય દુ:ખાવો ઉપડતા ફરજ ઈએમટી હિરેન ધૂમ અને પાયલોટ કિર્તીભાઈને 108 એમ્બ્યુલન્સને રસ્તાની સાઈટમાં ઉભી કરી મહિલાની સફળ પ્રસુતિ કરાવી હતી અને માતા અને દીકરીનેને જીવનદાન આપ્યું હતું.
108 એમ્બ્યુલન્સ ટીમનાં ફરજ પરનાં કર્મચારીઓની સમયસૂચકતા અને માતા અને દીકરીને જીવનદાન આપવાની વાતો સમગ્ર વઘઈ પંથકમાં વાયુ વેગે પ્રસરી ગઈ અને મહિલાનાં પરિવાર તો ખરા જ પણ 108 એમ્બ્યુલન્સનાં પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયારએ પણ આ કામગીરીના વખાણ કર્યા છે.

