કપરાડા: ગતરોજ કપરાડાના દહીંખેડગામ ખાતે ચેકડેમના બાંધકામ અર્થે માલસામાન લઈને જઇ રહેલો ટેમ્પાના ચાલકે અચનાક ખાતુનીયા ગામમાં આવેલા અસ્ટોલ ટેકરા ઉપર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પો પલટી મારી ગયાની ઘટના સામે આવી છે. જેમાં બેઠેલા ત્રણ મજુરોને ગંભીર ઈજા થતાં એક મજુરનું મોત થયું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડા તાલુકાના દહીંખેડ ગામમાં ચાલતાં ચેકડેમની કામગીરીમાં પોતાના આઈસર ટેમ્પો અને દિલીપ, લક્ષ્મણ અને આબુ પાળે રાઉત નામના ત્રણ મજુરો લઈને ઈબ્રાહીમ અબ્દુલ લતીફ ચરીવાલા માલસામાન લઈને જી રહ્યો હતો ત્યારે લેવા નીકળ્યો હતો ત્યારે ખાતુનીયાથી અસ્ટોલ પાસે ટેકરા ઉતરતી વેળા સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવ્યો હતો અને ટેમ્પો પલટી મારી જવાની ઘટના બનવા પામી હતી.
આ અકસ્માતમાં અઈસરની પાછળ ફાલકા બેસેલા ત્રણ મજુરોને ગંભીર ઈજા થવા પામી છે હાલ મળેલી માહિતી મુજબ ધરમપુરના આંબોસી ગામના આબુભાઈ પાળેભાઈ રાઉત નામના મજુરનું ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. અત્યારે કપરાડા પોલીસે આઈસર ચાલક સામે ગુનો નોધી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

