ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકાના વાડ ગામે વાડખાડી ખાતે વાડગામના કરસનભાઈ, કમલેશભાઈ, ચંદ્રકાન્તભાઈ, મનોજભાઈ, જીવણભાઈ સહિતના અગ્રણીઓ દ્વારા છેલ્લા લગભગ 40 જેટલાં વર્ષોથી ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું આવેલ છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વાડખાડી પર મંદિરના 15માં પાટોત્સવ સાથે 10 દિવસીય રામ પારાયણ જ્ઞાન યજ્ઞનો દેશભરમાં પ્રખ્યાત પુ.છોટે મોરારીબાપુના માધ્યમથી ભવ્ય પ્રારંભ થયો હતો,જેમાં મુખ્ય મહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ, નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલ, ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શશીન પટેલ, કીર્તિ પટેલ, ઈશ્વરભાઈ પટેલ મયુર, સુરતથી ચંપાબેન પટેલ સહિત અનેક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્રમમાં ખેરગામના જગવિખ્યાત કથાકાર પુ.પ્રફુલ્લભાઈ શુક્લાએ પ્રેરક ઉપસ્થિતિ આપી હાજર ભાવિક ભક્તોને ધાર્મિક જ્ઞાન પ્રદાન કર્યું હતું.કાર્યક્રમને અંતે દરરોજ ભાવિક ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે.