ચીખલી: કોરના કાળના સમય વીત્યા બાદ વર્તમાન સમયમાં યુવાનોમાં બેરોજગારી જોવા મળી રહી છે ત્યારે ચીખલી તાલુકાના પીપલખેડ- પાણી ખડક રોડ પર ઘોડવણી ગામના પટેલ ફળીયામાં ડો વિશાલ પટેલ પટેલના ઘર પાસે 21 ફેબ્રુઆરીના રોજ રોજગાર ભરતી મેળો BVK ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે લોકસેવાના ઉદેશ્ય સાથે BVK ગ્રુપ દ્વારા દમણ સેલવાસ વાપીમાં સ્થાપિત મોટી કંપનીઓમાં ડાયરેકટ રોજગારની તકો ઉભી કરવામાં માટે ચીખલી તાલુકાના ઘોડવણી ગામના પટેલ ફળીયામાં 21 ફેબ્રુઆરીના રોજ રોજગાર ભરતી મેલો BVK ગ્રુપ દ્વારા આયોજન કરાયું છે. જેનું ઈન્ટરવ્યું તારીખ 21- 02-2023 મંગળવાર સમય બપોરે 10 વાગ્યે સ્થળ પર જ લેવામાં આવશે.
ભરતી મેળામાં નોકરી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 10 પાસ નાપાસ 12 પાસ નાપાસ આઈ ટી આઈ BA B.R.S, MSW ડીપ્લોમાં ડીગ્રી એન્જીનીયરીંગમાં કોઈ પણ ફેકલ્ટી ઇલેક્ટ્રિક મેકેનીકલના ઉમેદવાર ઈન્ટરવ્યું આપી શકાશે. દરેક કંપનીમાં નોકરીમાં સમય 8 કલાકનો રેહશે અને પગાર 12,000 થી 20,000 યોગ્યતા મુજબ આપવામાં આવશે

