ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના વિસ્તારમાં આવતા વિલ્સન હિલના આવધા ઘાટના જંગલ વિસ્તારમાંથી એક અજાણી 30 વર્ષની મહિલાની ડીકમ્પોજ હાલતમાં લાશ મળ્યાની વાયરલ ખબરે સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનું વંટોળ ઉભી કરી દીધુ છે.

Decision News ને વોટ્સઅપ મેસેજ દ્વારા મળેલી માહિતી મુજબ ધરમપુરના વિલ્સન હિલના આવધા ઘાટના જંગલ વિસ્તારમાંથી એક અજાણી 30 વર્ષની મહિલાની ડીકમ્પોજ હાલતમાં લાશ મળી આવયાનના ફોટોગ્રાફ્સ વાયરલ થયા હતા જેને લઈને સમગ્ર વાતાવરણમાં ગરમાવો આવ્યો છે. આ મહિલાએ શરીરે લાલ કલરનું ડીઝાઇન વાળુ ટોપ, ગ્રે કલરનું જીન્સ પેન્ટ તથા પગમાં વાદળી મોજા અને સેન્ડલ પહેરેલ છે.

આદિવાસી વિદ્યાર્થી સંઘના ગ્રુપમાં આ માહિતી શેર કરનારા મનીષભાઈ દેશમુખ લખે છે કે હાલમાં તેના વાલી વારસની તપાસ કરવામાં આવી રહી છે