ધરમપુર: છેલ્લા ૧૦ વર્ષથી વધુ સમયથી મોટા મોટા ખાડાઓ સાથે બિસ્માર હાલતમાં પડેલા શેરીમાળ થી બીલપુડીમાં ધરમપુરથી બરૂમાળ મુખ્ય માર્ગનને જોડતો રસ્તો વિકાસની દિશા તરફ આગળ વધવા ઝંખતો આમ ને આમ જ પડ્યો છે છતાં જવાબદાર અધિકારીઓ નફફટ થઇ બેઠા હોવાનું લોકો કહી રહ્યા છે.
કુંભકર્ણ પરથી ઉધારની ઊંઘ લાવી ઊંઘી રહેલા અધિકારીઓને શું કહેવું.. છેલ્લા ૧૦ વર્ષથી વધુ સમયથી બિસ્માર હાલતમાં પડેલા શેરીમાળ થી બીલપુડીમાં ધરમપુરથી બરૂમાળ મુખ્ય માર્ગનને જોડતો રસ્તો જેમની તેમ પડ્યો છે. રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે. ડામર એકદમ ઉખડી ગયો છે. વારંવાર ગાડીઓ સ્લીપ થઈ જાય છે. તાડપાડા અને રાઉત ફળીયાના બાળકો શેરીમાળ મુખ્ય શાળામાં અભ્યાસ કરવા જાય છે ખરાબ રસ્તાને લઈ બાળકોને ખૂબ જ અગવડ પડે છે.
લોકોનું કહેવું છે કે હાલમાં બે બેજવાબદાર બની બેઠેલા અધિકારીઓ પોતાના કર્તવ્યને જુએ અને આ બિસ્માર હાલમાં પડેલા રસ્તામાં ખાડાઓ પુરી રસ્તો તાકિદે રીપેર કરવામાં આવે અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રસ્તો મંજુર કરવામાં એવી અપીલ છે.

