વાંસદા: ગતરોજ રાતે વાંસદા તાલુકાના કાવડેજ ગામમાંથી પાલતું પશુઓનો શિકાર કરી ગ્રામ્ય વિસ્તારમાં આંટાફેરા મારી ખેડુતોમાં ભયનું વાતાવરણ ઉભું કરતો ખુંખાર દીપડો જંગલખાતાના પાંજરામાં પુરાતા તંત્ર અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
જુઓ વિડીયો..
દીપડાને પાલતું પશુ પાણી અને મારણ સરળતાથી મળી રહેતું હોવાની સાથે રહેવા માટે ઉત્તમ જગ્યા મળી ગઈ હતી તેમ કાયમી માટે આ વિસ્તારમાં દીપડાએ ધામા નાખી દીધા હોવાનું લોકો જણાવે છે ત્યારે મારણની લાલચે ગત મોડીરાત્રીના સમયે ખુંખાર દીપડો પાંજરામાં આવીને કેદ થયો હતો











