વલસાડ: “વસુદૈવ કુટુંબકમ” તેમજ દેશદાઝની ભાવના પ્રબળ બનાવવા અને દુનિયાના કલ્યાણ માટેના ઉમદા હેતુથી વિચારોનું આદાન-પ્રદાન સાથે વલસાડ તાલુકાના વાગલધરા ગામમાં ઈન્ટરનેશનલ સિદ્ધાશ્રમ ધામમાં સર્વધર્મ સંમેલન યોજાયું હતું.
આદિવાસી સમાજના પ્રતિનિધિ તરીકે સંમેલનમાં ઉપસ્થિત રહેલા ડો. નિરવ પટેલ જણાવે છે કે ઇંગ્લેન્ડના રાજાના પ્રતિનિધિ સાયમન ઓવેન કે જેઓ સ્કોટલેન્ડના લેફટનન્ટ અને પોલીસ વિભાગમાં ખુબ જ ઊંચી પોસ્ટ પર છે. તેઓ અને જમ્મુ કાશ્મીરના પ્રભારી સૂફી સંત સલીમ ચિસ્તીજી સાથે ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો સાથે મળીને દુનિયામાં વધી રહેલા જાતિગત ઝેર ઓછા કરવા અને “વસુદૈવ કુટુંબકમ” તેમજ દેશદાઝની ભાવના પ્રબળ બનાવવા તેમજ જે રીતે જે રીતે વહેતી નદીઓ અનેક હોય પરંતુ છેલ્લે સમુદ્રમાં જ ભળે એ રીતે વિવિધ સમાજ પોતાના સમાજનું કલ્યાણ કરતા કરતા છેલ્લે ભેગા થઈને દેશ અને દુનિયાના કલ્યાણ માટે કાર્યરત થાય એ ઉમદા હેતુથી સર્વધર્મ સંમેલન યોજાયું. જેમાં આદિવાસી સમાજના પ્રતિનિધિ તરીકે આમંત્રણ મળતા ઉપસ્થિત રહેવાનું થયું અને કાર્યક્રમમાં વિવિધ સમાજના અનેક મહાનુભાવોને મળવાનું થયું, નવા નવા અને સદભાવનાયુક્ત વિચારોનું આદાનપ્રદાન કરવાનું થયું. ત્યાં ઘણા અજાણ્યા લોકો સાથે પણ મળવાનું થયું જે લોકોએ અમારી ટીમ દ્વારા થઇ સતત થઇ રહેલા સતકાર્યોની નોંધ રાખેલ હોય અહોભાવ સાથે સેલ્ફીઓ પણ પડાવી જેનો ખુબ જ આનંદ છે.
આ પ્રસંગે રાજ રાજેશ્વર ગુરુજી અને અમારા ખેરગામની શાન એવા અમારા પારિવારિક વડીલ પ્રફુલભાઇ શુક્લા અને વ્હોરા સમાજના દમદાર મિત્ર મુસ્તાનભાઈ, કૌશરભાઈ,બ્રહ્મ સમાજના મિત્ર અંકુરભાઈ, પત્રકાર અમિતભાઇ, પ્રિયાંકભાઈ, પોલીસ વિભાગના પ્રતિનિધિ આશિષભાઇ દેસાઈ ઉર્ફે શંભુભાઈ, વકીલો, પોલીસ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

