સુરત: પોલીસ કમિશરના જાહેરનામાં મુજબ સુરતના શહેરોમાં લક્ઝરી બસો માટે સવારે 7થી રાત્રીના10 વાગ્યા સુધી તેમજ અન્ય ભારે વાહનો માટે સવારે 8થી બપોરે 1 વાગ્યા તથા સાંજે 5થી રાત્રીના 10 વાગ્યા સુધી પ્રતિબંધિત સમયમાં વાહનો ન પ્રવેશવા દેવા માટે જાહેરનામું છે.
આ બાબતે કુમાર કાનાણીએ ટ્રાફિક DCPને લખ્યો હતો પત્ર
8મી ફેબ્રુઆરીએ તેમણે ટ્રાફિક DCPને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું, પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો શહેરમાં આવે છે. તેમણે પત્રમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થતો હોવાની પણ વાત કરી હતી.

            
		








