વલસાડ: નિર્મમ હત્યા..નો કિસ્સો વલસાડના ડુંગરીમાં આવેલ ફેર બોલપેન કંપની પાછળના ખુલ્લા ઝાડી ઝાંખરા વાળા વિસ્તારમાં માટીમાં દટાયેલી હાલતમાં એક યુવકની લાશ મળી આવ્યાથી સામે આવ્યો છે. હાલમાં આ લાશનો કબજો પોલીસે લઇ તપાસ શરુ કરી છે.

વલસાડ ડુંગરીમાં આવેલી ફેર બોલપેન કંપની પાછળના ખુલ્લા ઝાડી ઝાંખરા વાળો વિસ્તાર બની ગયો હતો જેને લઈને જંગલી ઝાડ અને ઘાંસ દૂર કરવા કામદારો અને JCB વડે તેમની જમીનમાં સફાઈ કરવામાં આવી હતી ત્યારે જમીનમાંથી એક 30 વર્ષીય યુવકની ડિકમ્પોઝ થયેલી હાલતમાં લાશ મળી આવી હતી. મજૂરોએ આ બાબત વિષે તાત્કાલિક જમીન માલિક નયનાબેન નાનુભાઈ પટેલ જણાવ્યું હતું અને ત્યારબાદ ડુંગરી પોલીસને ઘટના વિષે જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમએ હાલમાં લાશનો કબ્જો લઈને લાશની ઓળખ અને તેના વાલી વારસોની તપાસ આદરી દીધી છે.

ડુંગરી પોલીસ દ્વારા યુવકની લાશને સુરત ફોરેન્સિક લેબમાં મોકલાવાઈ છે જેનાથી લાશનો ભેદ ખુલી શકે તથાડુંગરી ની આસપાસના વિસ્તારોમાં યુવકની લાશનો ફોટો બતાવી લાશની ઓળખ કરવાનો પ્રયત્ન પોલીસ હાલમાં કરી રહી છે.