ધરમપુર: ધરમપુર તાલુકા પંચાયતની જે દુકાનો આવેલી છે એ તમામ દુકાનો હાલમા ચાલતા બજાર ભાવ કર્તા નજીવા ભાડામાં વર્ષોથી ચલાવી રહ્યા છે. ભાડું તો ઠીક છે પરંતુ અમુક દુકાનો તો તાલુકા પંચાયતની પરમિશન વગર અંદરથી તોડીને પોતાની મરજી મુજબ પોતે માલિક હોય એ રીતે એક કરી લીધી હોય એવી આજરોજ શ્રી ધરમપુરને તાલુકા પંચાયતની દુકાનો તાલુકા પંચાયત હસ્તક લઈ ફરી હરાજી કરવા બાબતે રજુઆત કરવામાં આવી હતી.
Decision News ને મળેલી જાણકારી મુજબ તાલુકા પંચાયતની દુકાનો અમુક ભાડે ચલાવતા દુકાન સંચાલકોએ લાઈટ બિલ પોતાના નામ પર કરવી દીધું હોય, એ લાઈટ બીલ તાલુકા પંચાયતના નામનું આવવું જોઈએ કે ભાડે ચલાવી રહેલ દુકાનદારના નામનું આવવુ જોઈએ ? જે લોકો લાઈટ બિલ પોતાના નામે કરાવી શકતા હોય એ લોકોને તાલુકા પંચાયતની દુકાનો પોતાના નામે પણ કરાવી શકે જેથી સરકારી સંપત્તિ હોય તમામ દુકાનોનું જે માર્કેટભાવ હોય એ પ્રમાણે ભાડું નક્કી કરવામાં આવે તો તાલુકા પંચાયતની આવકમાં વધારો થઈ શકે એમ છે.
આપણા તાલુકા પંચાયતની તમામ દુકાનો કે ભાડે આપી હોય અને જે તાલુકા પંચાયતની ગાઈડ લાઇનમાં નથી રહેતા હોય એ તમામ દુકાનો તાત્કાલિક ખાલી કરાવવામાં આવે અને એ દુકાનો ફરી હરાજી કરવામાં આવે. અને જો આ તાલુકા પંચાયત હસ્તક ચાલતી દુકાનો પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં ન આવી તો આગામી દિવસોમાં આવનાર તાલુકા પંચાયતની સામન્ય સભામાં આ બાબતનો વિરોધ કરવામાં આવે છે.

            
		








