ધરમપુર: ફલધરા ગ્રામજનો માટે ગઈકાલે બુનિયાદી પ્રાથમિક શાળાના પ્રટાંગણમાં ફલધરા ગામના ઇતિહાસમાં પહેલી વખત ગ્રામ જાગૃતિ અને સમાજની અંદર ચાલી આવતા કુરિવાજો તથા વ્યસન મુક્તિ અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે

Decision News ને મળેલી માહિતી મુજબ ફલધરા ગ્રામજનો માટે ગઈકાલે 9 વાગ્યા થી બુનિયાદી પ્રાથમિક શાળાના પ્રટાંગણમાં ફલધરા ગામના ઇતિહાસમાં પહેલી વખત ગ્રામ જાગૃતિ આરોગ્ય શિક્ષણ રોજગાર ધંધાકીય ખેતી વિષયક તેમજ સમાજની અંદર ચાલી આવતા કુરિવાજો તથા વ્યસન મુક્તિ અંગેના સેમિનાર નું આયોજન થયું છે જેમાં જેતે વિષયના તજજ્ઞો લોકોને માહિતીગાર કરશે.

આ કાર્યક્રમમાં મુખ્યત્વે સમાજના 80 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓનું સન્માન, સેવા નિવૃત કર્મચારીઓનું સન્માન,ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ વ્યક્તિઓનું સન્માન, તથા સામાજિક ક્ષેત્રમાં ખુબ જ દિલથી કામ કરતાં સમાજિક આગેવાનોનું પણ સન્માન કરવામાં આવશે.