ચીખલી: ગતરોજ ચીખલી તાલુકા પંચાયતની મળેલી કારોબારી સમિતિની બેઠકમાં નાણાંપંચના રૂ. 3.75 કરોડના તાલુકા વિકાસના આયોજનને મંજૂરી મળી જવા પામી છે ત૫એનિ સાથે જ વર્ષ 2023-24નું અંદાજપત્ર પણ તૈયાર કરી દેવામાં આવ્યું હોવાનું પણ કહેવાય રહ્યું છે.
આ ચીખલી તાલુકા પંચાયતના સભાખંડમાં બેસેલી બેઠકમાં કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પ્રમુખ કલ્પનાબેન ગાવિત, ટીડીઓ ચેતનભાઈ દેસાઈ ઉપરાંત અશ્વિન દેસાઈ, નરેન્દ્રભાઇ, જશુભાઈ ગાંગોડા, નીતાબેન, દમયંતીબેન આહિર, જગમ દેશમુખ સહિતની ઉપસ્થિતિ જોવા મળી હતી.
બેઠકમાં વર્ષ 2022-23ના અંદાજપત્ર ઉપર વિસ્તૃત ચર્ચા કરી વિકાસના કામો અને અન્ય સુવિધાની જોગવાઈ સાથેના અંદાજપત્રને આખરી ઓપ આપી અવલોકન માટે મોકલવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી. વધુમાં હુડકો લોન, બેંક તથા રાજ્ય સરકારની લોનની વસૂલાત કરવા અંગેના પ્રાથમિક વાંધા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

            
		








