ધરમપુર: હાલમાં ચાલી રહેલા ક્રિકેટના મોસમ વચ્ચે ધરમપુર તાલુકાના ખટાણા ગામે ગ્રામપંચાયતનાં સરપંચ પ્રદીપભાઈ અને નવયુવક અંબે મંડળ દ્વારા યોજાયેલ અગિયારમી વોલીબોલ સ્પર્ધામાં વ્યારા અને ડાંગની ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં વ્યારાની ટીમ વિજેતા બની હતી.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ અને ખેરગામના જાણીતા તબિબ ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને ઉદ્ઘાટક તરીકે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ ગોકુળભાઈ પટેલ તેમજ અતિથિ વિશેષ તરીકે કુંકણા સમાજ પ્રમુખ ભાણાભાઈ, મણીભાઈ માહલા, નિવૃત PSI વલ્લભભાઈ, ખેતીવાડી અધિકારી જયેશભાઇ, ધરમપુર તાલુકા શિક્ષક સંઘનાં પ્રમુખ વિજયસિંહ, દલપતભાઈ, કીર્તિભાઇ, મિન્ટેશભાઈ, ઉમેશભાઈ વાડ, ઉમેશભાઈ મોગરાવાડી, કાર્તિક, પથિક, મયુર, ભાવિન, ભાવેશ, રીંકેશ, કૃણાલ, આશિકા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમને સફળ બનાવવા જય અંબે યુવક મંડળનાં યુવકોએ ભારે જહેમત ઉઠાવી હતી અને યુવકોએ કાર્યક્રમમાં થયેલ બચતના રૂપિયા જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે વાપરવાનો નિર્ધાર કર્યો હતો.











