માંડવી: ગુજરાતમાં વિકાસની પરીપાટીએ રોડ-રસ્તાઓ બનાવવાના ધ્યેયને આગળ ધપાવતા આજરોજ માંડવી તાલુકાના કાટકુવા ગામમાં રૂ. ૪.૫૮ કરોડ રૂપિયાના ખર્ચે ૪ રસ્તાઓનું ગુજરાત આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિના હસ્તે ખાતમુહૂર્ત કરાયું.

Decision News ને મળેલી માહિતી મુજબ માંડવી તાલુકાના કાટકુવા ગામે રૂ. ૪.૫૮ કરોડના ખર્ચે ૪ રસ્તાઓનું આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિના હસ્તે ખાતમુહૂર્ત કરાયું‌ હતું. જેમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.૧.૬૦ કરોડના ખર્ચે માંડવી તાલુકાના કેવડીયા થી રખસખડી તરફ જતો ૪ કીમીનો રોડ,રૂ.૪૦ લાખના ખર્ચે ગામતળાવ ખુર્દ સ્ટેશનથી માંકણઝર ને જોડતો ૧ કીમીનો રોડ, બજેટની ઉચ્ચ જોગવાઇમાં ૧.૬૬ કરોડના ખર્ચે માંડવી તાલુકાના તારાપુર કાટકુવાને જોડતો ૩.૭૦ કીમી નો રોડ,રૂ.૯૨ લાખના ખર્ચે ખરેડા થી માલ્ધા વચ્ચે નીકળતો ૨.૩૦ કીમીનો રસ્તા એમ કુલ રૂ. ૪.૫૮ કરોડના ખર્ચે ૧૧ કીમીના રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

માંડવી તાલુકાના કાટકુવા ગામે આ રસ્તાના નિર્માણથી સ્થાનિક ગ્રામજનોને મુસાફરી, અવર જવર અને ખેતપેદાશના વહન માટે સુવિધા મળશે.