વલસાડ: આજે દક્ષિણ ગુજરાત અને વલસાડ જીલ્લાના સહિતના 400થી વધુ CNG પમ્પ સંચાલકોની કમિશન વધારાને લઈને એક દિવસની હડતાળ કરવાનું એલાન કરવામાં આવ્યું હતું તેનાથી CNG ગેસ રિક્ષાચાલકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગતરોજ સાંજે CNG ગેસ પમ્પ સંચાલકોએ અચાનક એક દિવસ ગેસ પમ્પ બંધ રહેવાની જાહેરાત કરી જેના કારણે મોટા પ્રમાણમાં રીક્ષા ચાલકો ગેસ પુરાવવાનો બાકી રહી જતા આજ આખો દિવસ રીક્ષા મૂકી બેસી રહેવાનો વારો આવ્યો હતો. રિક્ષાનો ધંધો કરતા રીક્ષા ચાલકોને ખુબ જ હાલાકી ભોગવવી પડી હતી. રીક્ષા ચાલકને રિક્ષા પેટ્રોલ પર ચલાવવાનો વારો આવતાં મુસાફરો માટે ભાડાંમાં વધારો થશે.
એક અંદાજ મુજબ વલસાડ શહેરના 5 હજારથી વધારે રીક્ષા ચાલકો CNG ગેસ ઉપર નિર્ભર રહેતા હોય છે, આજે દક્ષિણ ગુજરાત પ્રદેશમાં CNG પમ્પ સંચાલકો દ્વારા અચાનક પાડેલી હડતાળ ધ્યાને ન રહેતા તેમણે હાલાકી ભોગવવી પડી હતી

