વાંસદા: હાલમાં દક્ષિણ ગુજરાતમાં ક્રિકેટની મોસમ ચાલી રહી છે એમ કહેવું ખોટું નથી ત્યારે તાલુકાના લાકડબારી ગામ ખાતે નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખશ્રી ડો. વિશાલ પટેલના અધ્યક્ષ સ્થાને યુવા કિંગ ગ્રુપ દ્વારા ગ્રામ નાઈટ પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

Decision News ને મળેલી માહિતી મુજબ નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખશ્રી ડોક્ટર વિશાલ પટેલના અધ્યક્ષ સ્થાને યુવા કિંગ ગ્રુપ દ્વારા ગ્રામ નાઈટ પ્લાસ્ટિક ક્રિકેટ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં વાંસદા તાલુકાના શાસક પક્ષના નેતા બીપીનભાઈ માહલા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી તરુણભાઈ ગાંવિત, વાંસદાના યુવા કાર્યકર્તા કિરણભાઈ પટેલ અંકલાસ ગામના સરપંચ શ્રી સુનિતાબેન રૂપેશભાઈ, લાકડબારી ગામના સરપંચ શ્રી મીરાબેન રમતુંભાઈ ગાંવિત માજી સરપંચ શ્રી સંજયભાઈ જાદવ અને આજુબાજુથી પધારેલ સરપંચશ્રીઓ અને આગેવાનોએ હાજર રહ્યા હતા.

ડો. વિશાલ પટેલ જણાવે છે કે આપણા આદિવાસી યુવાનોમાં ક્રિકેટને લઈને ખુબ ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે ત્યારે અમે આદિવાસી સમાજના પ્રતિભાશાળી યુવાનો શિક્ષણ સામાજિક અને રમત ક્ષેત્રે આગળ આવે તે માટે આ પહેલ કરી હતી