ડાંગ: ગુજરાત રાજ્યમાં આવેલ ડાંગ જિલ્લાને કુદરતી સૌંદર્ય તરીકે ઓળખવામાં આવે છે, તે ગાઢ જંગલોથી ઘેરાયેલો આ ડાંગ જીલ્લો છે. અહી અનેક પ્રકારના પ્રવાસન સ્થળ આવેલા છે. તેમાં આપણે એક પ્રકૃતિ પ્રવાસન સ્થળ તરીકે દેવીનામાળ વિશે જાણીશુ.
Decision Newsએ મેળવેલી માહિતી મુજબ ડાંગ જિલ્લાએ કુદરતી સૌંદર્યથી ઘેરાયેલો છે. ડાંગ જીલ્લાના મુખ્ય મથક આહવા ખાતે એક પ્રકૃતિ પ્રવાસન સ્થળ દેવીનામાળ આવેલું છે. જે આહવાથી લગભગ ૫-૬ કિલોમીટર દુર છે. આ સ્થળે દુર દુરથી પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. તેમજ પ્રકૃતિની મજા માણવા આવતા હોય, અહી સહેલાણીઓ માટે તંબુઓ, માર્ગદર્શન કેન્દ્ર, બાંબુ-માંચડો, રસોઈઘર, વારિગૃહ જેવી સુવિધા તેમજ અલ્પઆહારની સગવડ પણ જોવા મળે છે. પ્રકૃતિ પ્રવાસન સ્થળ દેવીનામાળ ખાતે મહાશિવરાત્રીનો મેળો પણ ભરાય છે, ત્યાં આસપાસના ઘણા લોકો આ મેળામાં આનંદ માણવા આવે છે. અહીં દેવી- દેવતાઓની મૂર્તિઓ પણ જોવા મળે છે.
ડાંગમાં જોવાલાયક સ્થળોમાં ડોન હિલ-સ્ટેશન, માયાદેવી, પાંડવ ગુફા, અંજનકુંડ, મોટાદેવ, તુલસીગઢ, ગીરા ધોધ, શબરીધામ, પંપા સરોવર, બોટનીકલ ગાર્ડન, સાપુતારામાં આદિવાસી મુઝીયમ, સન રાઈઝ પોઈન્ટ, ટેબલ પોઈન્ટ, માછલી ઘર, રોપ-વે, એડવેનચર પાર્ક, બોટિંગ જેવા પ્રથમ પ્રવાસીઓની પસંદગી જોવા મળતી હોય છે.

