ધરમપુર: ગતરોજ વિદ્યાદીપ યુનિવર્સિટી અણીતા,કિમ (સુરત) દ્વારા વિદ્યાર્થી- વિધાર્ઓથીનીના કારકિર્દી માર્ગદર્શન માટે એક દિવસીય સેમિનારનું આયોજન ધરમપુર વનરાજ કોલેજમાં પ્રિન્સીપાલ ઉત્તમભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
જેમાં વિદ્યાદીપ યુનિવર્સિટી તરફથી Anastasia salnikova (રશિયન સ્પીકર),ખેરગામ તાલુકાના ભૈરવી દિવ્યેશ ખાંડાવાલા (P.R. ઓફીસર),Dr.ફાલ્ગુની મિસ્ત્રી (પ્રોફેસર),કિંજલ શાહ (સ્પીકર) ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે રશિયાથી પધારેલા મેડમ દ્વારા કારકિર્દી માર્ગદર્શન વિશે સરસ માહિતી પૂરી પાડવામાં આવી હતી.ભેરવીના દિવ્યેશભાઈ ખાંડાવાલાએ વિદ્યાર્થી જીવનમાં ઉપયોગી એવા ટોપિક લક્ષ્ય,સ્માર્ટ વર્ક,આત્મવિશ્વાસ,નીડરતા જેવા મુદ્દા પર ચર્ચા કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત એમણે વિદ્યાદીપ યુનિવર્સિટી ખાતે ચાલતા ડિપ્લોમા થી લઈને PHD સુધીના ઘણા બધા કૉર્સ અને કોલેજ પતાવ્યા પછી ઉપયોગી એવા MSW,BED કૉર્સ વિશે પણ જણાવ્યું હતું કે જેમાં એસટી/એસસી વિદ્યાર્થીઓને માત્ર સ્કોલરશીપમાજ ભણવાની સુવિધા ઉપલબ્ધ છે એમ જણાવ્યું હતું.

