ગુજરાત: રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા બાદ ગુજરાત કોંગ્રેસે ‘હાથ સે હાથ જોડો યાત્રા’ આજથી ભિલોડાના ટોરડા ગામેથી ધ્વજવંદન કરી અરવલ્લીથી શરૂ કરી છે. બે દિવસ યાત્રા અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં રહેશે. બીજા દિવસે યાત્રા શામળાજીથી પ્રારંભ થશે.

Decision News ને મળેલી જાણકારી મુજબ ગુજરાત કોંગ્રેસની ‘હાથ સે હાથ જોડો યાત્રા’માં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર વિપક્ષ નેતા અમિત ચાવડા ઉપસ્થિત રહેશે. અર્જુન મોઢવાડીયા, મધુસુદન મિસ્ત્રી પણ આયાત્રામાં ઉપસ્થિત રહેશે.

ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પૂજ્ય મહાત્મા ગાંધી દ્વારા તાનાશાહ અંગ્રેજો સામે 12 માર્ચ 1930ના રોજ શરુ કરવામાં આવેલી દાંડી યાત્રાએ વિશ્વમાં ઐતિહાસિક યાત્રાઓમાં સ્થાન ધરાવે છે તેવી જ રીતે 5સપ્ટેમ્બરના રોજ શરુ થયેલી ભારત જોડો યાત્રા વૈશ્વિક ફલક પર સૌથી લાંબી રાજકીય પદયાત્રા તરીકે નામના પામી છે. રાહુલ ગાંધીએ દેશને જોડવા અને નફરત, ધ્રુણા, હિંસાને ખતમ કરવા અને ભાઈચારા, પ્રેમ, સદભાવનાના સંદેશને સમગ્ર દેશમાં ફેલાવવનું ભગીરથ કાર્ય ભારત જોડો યાત્રા થકી શરુ કર્યું છે. આ હાથ સે હાથ જોડો યાત્રા પણ લોકોને એક બીજા સાથે ભાઈચારા, પ્રેમ, સદભાવનાથી જોડશે.