ધરમપુર: આજરોજ ધરમપુરના ધામણી ગામના મૂળ ગામ ફળિયામાં બપોરના સમયે કોઈ અગમ્ય કારણસર આગ લાગવાની ઘટના બની હતી જેમાં 4 દુકાનો ચપેટમાં આવી હોવાનું જાણવા મળ્યું છે લોકોના અનેક પ્રયાસો છતાં ન બુઝેલી ભીષણ આગ ધરમપુર નગરપાલિકા ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવવાતા કાબુમાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુરના ધામણી ગામના મૂળ ગામ ફળિયામાં બપોરના સમયગાળા દરમિયાન અનાજ કરિયાણાની દુકાન, કપડા અને ચંપલ ની દુકાન, તથા બે ઝેરોક્ષ ની દુકાનોમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગવાની ઘટના બનવા પામી હતી આ ભીષણ આગમાં કરિયાણાની દુકાનમાં મુકેલા મોટાભાગનો માલ સામાન બળીને ખાખ થઇ ગયો હતો.
આ સિવાય કપડાં અને ચંપલની દુકાનનો સામાન પણ આગમાં બળી જવા પામ્યો છે. જ્યારે ઝેરોક્ષની દુકાનના બે મોટા મશીનો પણ આગની જ્વાળાઓમાં ભસ્મ થઈ ગયાની માહિતી પ્રાપ્ત બની છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ચારેય દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પણ હજુ સુધી આ આગની ઘટના કેમ બની તેના વિષે કોઈ સત્ય બહાર આવ્યું નથી.

