સ્પોર્ટ્સ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગતરોજ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ત્રીજી T૨૦ મેચ રમાઈ . જેમાં ભારતે ૧૬૮ રનથી મેચ જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડ ૧૨.૧ ઓવરમાં ૬૬ રનમાં જ ઓલઆઉટ થઇ ગઈ હતી, ભારતના બોલર્સે શાનદાર બોલિંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે કેપ્ટન હાર્દિક પંડ્યાએ ૪ વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ, શિવમ માવી અને ઉમરાન મલિકને ૨-૨ વિકેટ મળી હતી. ન્યુઝીલેન્ડ તરફથી સૌથી વધુ ૩૫ રન બનાવ્યા હતા. તે પછી બીજા નંબરે કેપ્ટન મિચેલ સેન્ટનર હતા, તેણે ૧૩ રન બનાવ્યા હતા.

મોદી સ્ટેડીયમમાં ટીમ ઇન્ડિયામાં સૌથી વધુ ૧૨૬ રન મારનાર શુભમન ગીલને પ્લેયર ઓફ ધ મેચ આપવામાં આવેલું હતું. અને હાર્દિક પંડ્યાએ સૌથી વધુ વિકેટ લેનાર કેપ્ટન હાર્દિક પંડ્યાને પ્લેયર ઓફ ધ સીરીઝ આપવામાં આવેલી હતી.