વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લાના ઓવાડા ગામના ઢોડિયા સમાજના યુવાનો દ્વારા સૌપ્રથમવાર મેગા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં 48 ટીમોએ ભાગ લીધો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચણવઈ વાડી ફળીયા ટીમ વિજેતા થઇ હતી
Decision News ને મળેલી માહિતી મુજબ મુખ્ય મહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ, માજી વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈ, ખેરગામ સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ મિન્ટેશ પટેલ, કીર્તિ પટેલ, દલપત પટેલ, ઉમેશ પટેલ, ભાવેશ, ભાવિન, મયુર, જીતેન્દ્ર, કાર્તિક, પથિક, જીગ્નેશ ઓવાડા ગામના સરપંચ સંધ્યાબેન પટેલ, ડેપ્યુટી સરપંચ, પોલીમર કંપનીના માલિક રાજુભાઈ પાઠક સહિત ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
ડો.નિરવ પટેલે ક્રિકેટને માત્ર ટાઈમપાસનું જ સાધન નહીં બનાવતા,એકતા-ભાઈચારાનું સાધન બનાવવા પણ હાકલ કરી હતી અને એ એકતા દેશવિરોધી તાકાતોનો ખાત્મો કરવા ઉપયોગમાં લેવા જણાવ્યું હતું. પ્રવીણ પટેલે યુવાનોમાં રમતગમત પ્રત્યે સભાનતા વધે એ માટે ગ્રાઉન્ડ ફાળવી આપવા અંગે બાંહેધારી આપીશ હતી. ટુર્નામેન્ટમાં ફાયનલ ચણવઈ વાડી ફળીયા અને અટગામ વચ્ચે રમાઈ હતી જેમાં વાડી ફળીયા ઇલેવન વિજેતા બની હતી. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા મિતેશ પટેલ, ભાવેશ પટેલ, ગમન પટેલ, સરપંચ પતિ રાકેશભાઈ પટેલે ઘણી મહેનત કરી હતી.











