વલસાડ: યુવક દ્વારા એક 16 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હોટલમાં લઇ જઇ દૂષ્કર્મ કરી અંગત પળોના ફોટો લઇ લઇને વારંવાર દબાણ કરી ફોટો અને વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપવાને લઈને સગીરાની માતાએ ફરિયાદ કર્યાનો કિસ્સો સામે આવ્યો છે.
ફરિયાદ અનુસાર વલસાડ તાલુકાની સગીરાને ગામના જ યુવકે પ્રેમ જાળમાં ફસાવી તિથલની અજાણી હોટલમાં લઇ જઇ ઘણી વખત દૂષ્કર્મ આચર્યું અને તેના ન્યુડ ફોટો અને વિડીઓ પોતાના મોબાઇલમાં ઉતારી લઈ અને ત્યાર બાદ વારંવાર સગીરાને પોતાના તાબા માં રાખવાની કોશિશ કરતો હતો અને જો સગીરા નહીં માને તો સગીરાના ફોટો વિડીયો સોશ્યિલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતો હતો. સગીરાએ મોબાઇલમાંથી ડીલીટ કરવાનું કહ્યું હતું પણ યુવકે આમ ન કરી સગીરા પર દબાણ વધાર્યું હોવાનું જણાય છે.
આ યુવક દ્વારા સગીરાનો સ્કૂલે કે ટ્યુશને જતાં સમયે પીછો કરતો હોવાનું પણ ફરિયાદમાં સગીરાની માતાએ વલસાડ સિટી પોલીસને લખાવ્યું છે.

