ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકાના એક્શન યુવા ગૃપ દ્વારા ડોંગરીપાડાની પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન અને બાળકો રહેલ સુષુપ્ત ‌શક્તિઓ બહાર લાવવા માટે શિક્ષણ સાથે કળા કૌશલ્ય ને ધ્યાનમાં લઇ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયો હતો.

Decision  News ને મળેલી માહિતી મુજબ એક્શન યુવા ગૃપ અને પ્રાથમિક શાળા, ડોંગરીપાડા ના ઉપક્રમે ” ૭૪મો પ્રજાસત્તાક દિન” ઉજવણી કરવામાં આવી જેમાં બાળકો રહેલ સુષુપ્ત ‌શક્તિઓ બહાર લાવવા માટે શિક્ષણ સાથે કળા કૌશલ્ય ને ધ્યાનમાં લઇ ઉમરપાડા તાલુકામાં આંતરીક વિસ્તારની પ્રાથમિક શાળામાં એક્શન યુવા ગૃપના યુવા સાથીઓ અને શાળાના સ્ટાફ માધ્યમ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વ્હાલી દિકરી ને સન્માનિત કરવામાં આવ્યાં. બાળકો ખુબ સુંદર પ્રસ્તુતિ રજુ કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રાથમિક શાળા ખૌટારામપુરાના આચાર્ય પ્રકાશ ચૌધરી, ગુલીઉમર આચાર્ય મેહુલ ઠઠં, રૂઢીગવાણના ઉપશિક્ષક મહેશભાઇ,ગામના અગ્રણીઓ વડિલો સુભાષ વસાવા,નરપત વસાવા અને ગામના યુવાઓ મહેશભાઇ આકાશભાઇ અને અમરસિગ વસાવા ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળા, ડોંગરીપાડાના આચાર્ય શાંતાબેન ચૌધરી અને એક્શન યુવા ગૃપના લિડર વિજય વસાવાના સહયોગથી સફળ આયોજન કરવામાં આવ્યું.