ધરમપુર: દેશનું બંધારણ ઘડવા માટે બંધારણ સમિતિની રચના કરવામાં આવી હતી તેના અધ્યક્ષ ડો.બાબાસાહેબ આંબેડકર હતા આ બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું ત્યારે ધરમપુર તાલુકા ના સમરસ ગ્રામ પંચાયત મોટીઢોલ ડુંગરી પ્રાથમિક શાળા માં 74 માં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

જુઓ વિડીયો…

Decision News ને મળેલી માહિતી મુજબ ગામની એક સામાન્ય ગરીબ પરિવાર માંથી ઉમેદભાઈ દ્વારા એક દરજીનું કામ કરી પોતાની દીકરીને MBBS નો અભ્યાસ કરાવ્યો હતો. MBBS થયેલ નિરાલી બેનના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવ્યું અને ઘ્વજવંદન કરનાર નિરાલી બેનને સમરસ ગ્રામપંચાય મોટીઢોલ ડુંગરી અને ગ્રામ પંચાયતના સભ્યશ્રી ઓ તરફ થી ભારત દેશનું બંધારણ (સંવિધાન) ભેટ આપવામાં આવ્યું હતું

પ્રજાસતાક દિનની ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં ગામના વડીલો આગેવાનો વિધાર્થીઓ હાજાર રહ્યા હતા અને ખાસ કરીને ગામની શાળાના શિક્ષક મિત્રોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અલગ અલગ કૃતિઓ માટે નાના ભુલકાંઓને તૈયાર કર્યા હતા.