ગુજરાત: ACB જાહેર કરેલા 2021-22ના આંકડા મુજબ ગુજરાતના સરકારી વહિવટી તંત્રમાં લાંચ લેવા- માંગવાના વર્ષ 2021માં માત્ર ત્રણ જ કેસ અને વર્ષ 2022માં ACBએ શોધેલા 176 કેસમાં સૌથી વધુ ગુન્હા ગૃહ વિભાગ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ તેમજ મહેસૂલ વિભાગના વર્ગ-3 અને 4ના અધિકારીઓ અને વચેટિયાઓ જ છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ACBએ વર્ષ 2022ના રિપોર્ટમાં જે વિભાગોમાંથી સૌથી વધુ ભ્રષ્ટાચારી અર્થાત લાંચિયા અધિકારી- કર્મચારી વર્ગ 3-4 અને વચેટિયાને પકડયા છે. ગૃહ, પંચાયત અને ગ્રામ વિકાસ તેમજ મહેસૂલ વિભાગમાં ‘સત્તાના દુરપોયગ’નો એક પણ કિસ્સો નથી ! લોકો કહી રહ્યા છે કે શું એક પણ ઉચ્ચ અધિકારી લાંચ લેતો નથી.
ત્રણેય વિભાગોમાં સૌથી વધુ IAS, IPS અને GAS સમેત સ્ટેટ કેડરના ક્લાસ વન ઓફિસરો હોવા છતાંયે ABCને આ રેન્કમાંથી એક પણ અધિકારી લાંચ માંગતા મળ્યા નથી ! આ આંકડા પરથી લોકો સીધું તારણ કાઢી રહ્યા છે કે સરકારી સિસ્ટમમાં ઉપલા સ્તરે અંદર ખાને ઐક્યભાવ છે.

