ગણદેવી: સમસ્ત આદિવાસી સમાજ,બીલીમોરા અને બીલીમોરાનાં હિમાંશુ પટેલ દ્વારા દેવસર ગામની કસ્તુરબા કન્યા છાત્રાલયની 69 વિદ્યાર્થીનીઓ માટે લર્ન એન્ડ ફન વર્કશોપ યોજાયો હતો જેમાં સ્વરક્ષાના વિવિધ દાવપેંચ શીખવી બાલિકાઓને દુશ્મનો સામે સ્વરક્ષણ તાલીમ વિષે વાત કરી હતી.
જુઓ વિડીયો..
જેમાં સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ, ડો.દિવ્યાંગી પટેલ, બીલીમોરા પોલિસ સ્ટેશનના ઇન્ચાર્જ ડી.એમ.પઢેરિયા, કનોજીયા ક્લાસીસનાં ડો. શ્રીકાંત કનોજીયા, બીલીમોરા આદિવાસી સમાજ પ્રમુખ કિરણ પટેલ અને નવસારીથી ધર્મેશ પટેલ અને માર્શલ આર્ટ ચેમ્પિયન વસીમ મુલતાની, હુમાયું મુલતાની સહિતના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
ડો. નિરવ પટેલે “ચાર ચોટલા,ભાંગે ઓટલા” કહેવતમાં બદલાવ લાવી તમામ બાલિકાઓને ખુબ સારુ શિક્ષણ મેળવી મા-બાપ,સમાજ અને દેશનું નામ રોશન કરવાની અપીલ કરી હતી.પીએસઆઈ પઢેરિયાએ ગમે તે સમસ્યાઓમાં રક્ષણ આપવાની ખાતરી આપી હતી.ડો.શ્રીકાંત કનોજીયાએ રસપ્રદ ભાષામાં ખંતથી મહેનત કરી નસીબને બદલે પુરુષાર્થ કરવા પર ભાર મુક્યો હતો અને અંતે કિરણ પટેલે આભારવિધિ કરી હતી.
વસીમ મુલતાની અને હુમાયું મુલતાનીએ સ્વરક્ષાના વિવિધ દાવપેંચ શીખવી બાલિકાઓને દુશ્મનો સામે સ્વરક્ષણની ટેકનિક શીખવી હતી.કાર્યક્રમને સફળ બનાવવામાં હિમાંશુ પટેલ એમના પરિવારના સભ્યો અને છાત્રાલયનાં હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી.

