તાપી: આદિવાસી વિસ્તારોના લોકોમાં સિકલસેલની બીમારી જન્મજાત હોવાનું વૈજ્ઞાનિક પુરાવા મળે છે ત્યારે આરોગ્ય વિભાગ તાપીના સંયુક્ત ઉપક્રમે સિકેલસેલ જનજાગૃતિ સમિતિ તાપી અને સિકેલસેલ અવેરનેસ ફાઉન્ડેશન દ્વારા સિકેલ સેલ જનજાગૃતિ અને નિ:શુલ્ક સિકેલ સેલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ આરોગ્ય વિભાગ તાપીના સંયુક્ત ઉપક્રમે સિકેલસેલ જનજાગૃતિ સમિતિ તાપી અને સિકેલસેલ અવેરનેસ ફાઉન્ડેશન દ્વારા સિકેલ સેલ જનજાગૃતિ અને નિ:શુલ્ક સિકેલ સેલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પોલ વસાવા અને એમની ટીમ, સિકેલસેલ અવેરનેસ ફાઉન્ડેશનના સંસ્થાપક ડો ડેકસ્ટર પટેલ, ડો વિનોદ સંગાડા, ડો અમૃત વસાવા, ડો જીજ્ઞેશ વસાવા, ડો આશિષ , ડો વિશાલ વસાવા, એલસીબી ના પીઆઈશ્રી આર.એમ.વસૈયા, SOG ના પીઆઈ શ્રી યોગેશ શિર્ષથ જોડાયા હતા

આ ઉપરાંત આ પ્રસંગે સિકેલસેલ જનજાગૃતિ સમિતિ તાપીના મિત્રો મિત્રાંશુ ગામીત, બિપીન ચૌધરી, જિમ્મી પટેલ, સમીર ગામીત, એથેન્સ ગામીત અને ૨૫૦ થી વધુ લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.