ગુજરાત: ભારતીય જીવન વીમા નિગમ એટલે LIC એ આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરના પદો માટે ભરતી માટે એક નોટિફિકેશન જાહેર કરાયું છે. જેના માટે LICએ AAO ના પદોની ભરતી માટે ઉમેદવારો પાસે અરજીઓ મગાવવામાં આવી છે.
આ પદો માટે 15 જાન્યુઆરી 2023થી અરજી ભરવાનું શરુ થઇ ગયું છે. અરજી કરવા માટે licindia.in પર જઈને ફોર્મ ભરી શકો છો. પસંદ થયેલા ઉમેદવારોને પગાર રૂપિયા 56,000 પ્રતિ માસ પગાર આપવામાં આવશે. જનરલ/ઓબીસી/EWS વર્ગમાં આવનારા ઉમેદવારોએ અરજી કરવાની સાથે 700 રૂપિયા જ્યારે SC/ST ઉમેદવારોએ 85 રૂપિયા ફી ભરવી પડશે.
આ ભરતી પ્રક્રિયામાં રસ ધરાવનારા ઉમેદવારો 01/01/2023 સુધીમાં 21થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉંમરમાં છૂટછાટ સરકારના નિયમો પ્રમાણે આપવામાં આવશે. આ પદ માટે પ્રીલિમ્સ લેખિત પરીક્ષા, મુખ્ય લેખિત પરીક્ષા, ઈન્ટરવ્યુ, ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન, મેડિકલ ટેસ્ટ ની પરીક્ષામાંથી પસાર થવું પડશે.

