ગુજરાત: આજથી ગુજરાતની તમામ સ્કૂલોમાં ધોરણ. 9 થી 12ના વિદ્યાર્થીઓની પ્રશ્નબેંક આધારીત મૂલ્યાંકન કસોટીનો પ્રારંભ કરવામાં આવશે અને તે શુક્રવારના રોજ પણ ચાલુ રેહશે. આ કસોટીમાં વિદ્યાર્થીઓ દ્વારા જે માર્કસ મેળવવામાં આવે તેની 31મી સુધીમા ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવા સ્કૂલોને બોર્ડ દ્વારા સૂચના અપાઈ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 19 જાન્યુઆરીના રોજ પ્રથમ સેશનમાં ધો. 9 અને 10માં ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષાની પરીક્ષા લેવાશે. જ્યારે બીજા સેશનમાં વિજ્ઞાનની પરીક્ષા લેવાશે. જ્યારે ધો.11 અને 12 સાયન્સમાં પ્રથમ સેશનમાં રસાયણ વિજ્ઞાન અને બીજા સેશનમાં ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા લેવાશે. જ્યારે ધો.11 અને 12 સામાન્ય પ્રવાહમાં પ્રથમ સેશનમાં નામું અને સમાજશાસ્ત્ર્ર જ્યારે બીજા સેશનમાં આંકડાશાસ્ત્ર્ર અને મનોવિજ્ઞાનની પરીક્ષા લેવામાં આવશે.
20 જાન્યુઆરીનો રોજ ધો. 9 અને 10માં પ્રથમ સેશનમાં સામાજિક વિજ્ઞાન અને બીજા સેશનમાં ગણિતની પરીક્ષા લેવાશે. જ્યારે ધો.11 અને 12 સાયન્સમાં પ્રથમ સેશનમાં ગણીત અને જીવ વિજ્ઞાન તેમજ બીજા સેશનમાં અંગ્રેજી પ્રથમ અને દ્વિતીય ભાષાની પરીક્ષા લેવામાં આવશે. ધો.11 અને 12 સામાન્ય પ્રવાહમાં પ્રથમ સેશનમાં અર્થશાસ્ત્ર, વાણીજ્ય વ્યવસ્થા અને સંચાલનની પરીક્ષા લેવાશે.

