વલસાડ: પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેકતાં હોય તેમ વલસાડમાં તસ્કરોએ બિલકુલ પોલીસ સ્ટેશનની સામે આવેલા હનુમાનજીના મંદિરમાં રાખવામાં આવેલી દાનપેટી ચોરી કરી હોવાનો કિસ્સો બહાર આવતાં પોલીસની સજાગતા પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડના છીપવાડ સ્થિત આવેલા હનુમાનના મંદિરની આખે આખી દાનપેટીની ચોરી કરીને પોલીસને ખુલ્લી ચેલન્જ ફેકી રહ્યા છે. આ આખી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે હવે જોવું એ રહ્યું કે પોલીસ આ તસ્કરોને ક્યારેક દબોચાવામાં સફળ બને છે.
લોકો કહી રહ્યા છે કે શુ પોલીસ સ્ટેશનમાં સામે આવેલા મંદિરમાં ચોરી થઇ ત્યારે પોલીસ શું કરી રહી હતી. શું પોલીસ ઉઘમાં હતી. શું પોલીસ લોકોને ઘર અને વિસ્તારની સલામતીમાં કામગીરી કરી રહ્યા હોવાનો વિશ્વાસ જનતાને આપી શકે છે વગેરે સવાલો લોકો ચર્ચામાં વહેતા થયા છે.

