કપરાડા: જાયન્ટસ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા કપરાડા તાલુકાના સુથારપાડા આગળ વડોલી ગામની બે પ્રાથમિક શાળામાં માંજરી શાળા અને ભવાડા વર્ગ શાળામાં ઉતરાયણ નિમિત્તે કાર્યક્રમ યોજાયો. જેમાં બાળકોને પતંગ ફીરકી અને તલના લાડુ વહેચવામાં આવ્યા હતા.
જુઓ વિડીયો…
Decision News ગુજરાતના છેક છેવાડે ગામે દમણ ગંગાનદીને કિનારે આવેલ વડોલી ગામની પ્રાથમિક શાળાના કુલ 100 જેટલા બાળકોને પતંગ ફીરકી અને તલના લાડુ વહેચીને ઉતરાયણના તહેવારની ખુશી ખુશી રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.. જાયન્ટસ ગ્રુપ ઓફ વલસાડના પ્રમુખ ડો આશા ગોહિલ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જાયન્ટસ ગ્રુપ ઓફના સભ્ય મહેશ ગાંવિત (CRC કપરાડા) તથા પ્રિન્સીપાલ કલ્પેશ પટેલ, મૌલિકભાઈ પરમાર વડોલી ગામના ઉપ સરપંચ તથા સમગ્ર સ્ટાફની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

