વલસાડ: આજરોજ વલસાડ જીલ્લામાં નેશનલ રોડ સેફ્ટી વીક ૨૦૨૩ અંતર્ગત ઉતરાયણના ઉત્સવ દરમિયાન પતંગના દોરાથી બચવા માટે ગળાના સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું. જેનું ઉદ્દઘાટન વલસાડ જીલ્લા કલેકટર ક્ષિપ્રા મેડમના હસ્તે કરવામાં આવ્યું હતું.
જુઓ વિડીયો…
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે આ સમગ્ર કાર્યક્રમ આર.ટી.ઓ વલસાડ, સીટી પોલીસ તંત્ર અને સરકારી પોલીટેકનિક વલસાડના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો. જેમાં વલસાડ હાલર રોડ, પોલિટેકનિક વલસાડના ગેટ પાસે તેમજ તિથલ રોડ એમ ત્રણ જગ્યાઓ ઉપર આશરે ૨૦૦૦ જેટલા બેલ્ટનું અત્યાર સુધીમાં વિતરણ કરવામાં આવ્યું. કલેકટર મેડમ પોતે રસ્તા ઉપર નાગરિકોને બેલ્ટ આપી પ્રોત્સાહિત કર્યા.
આ કાર્યક્રમમાં સરકારી પોલીટેકનિક વલસાડના આચાર્ય શ્રીમતી રિંકુ શુક્લા મેડમ, સીટી પી આઇ ચૌધરી સાહેબ હાજર રહ્યા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સપો વલસાડ ની NSS ટીમ, રોડ સેફ્ટી ટીમ અને વિદ્યાર્થીઓએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

