ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના સમરસ ગ્રામપંચાયત મોટીઢોલ ડુંગરી દ્વારા સતત 8 મી વાર ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટીઢોલ ડુંગરી ગામની દુકાન ફળિયા 11 વિજેતા રહી હતી અને SM 11 રનર્સઅપ રહી હતી
Decision Newsને મળેલી માહિતી મુજબ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ અને બેસ્ટ બેટ્સમેન પિન્ટુભાઈ અને બેસ્ટ બોલર અનિલભાઈ રહ્યા હતા. વિજેતા ટિમને ટ્રોફી અને રોકડ ઇનામ ગામના માજી સરપંચશ્રી નવીન પવાર ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમ ભાઈ,અને સભ્યશ્રી ઓ મહેન્દ્રભાઈ, ઉમેદભાઈ, મગનભાઈ, જયેશભાઇ, સુનિલ ભાઈ, નયનભાઈ, દ્વારા આપવામાં આવી હતી અને રનર્સઅપ ટિમ ને ટ્રોફી અને રોકડ ઇનામ વિનય ટંડેલ અને સુગ્નેશ વાઢું દ્વારા આપવામાં આવી હતી
આ ટુર્નામેન્ટમાં ગ્રામ પંચાયતના સભ્યશ્રી ઓ ડેપ્યુટી સરપંચશ્રી અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગામના યુવાનો વડીલોએ ખેલદિલી અને એકતા ભાવનાનો સંદેશ વહેતો મુક્યો હતો.

