નવસારી: નવસારી જિલ્લા ક્રિડામંડળ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માનવસર્જન કેળવણી મંડળ સંચાલિત પ્રજ્ઞાસૌરભ હાઈસ્કૂલ મનપુરના વિદ્યાર્થીઓ રસ્સાખેંચ સ્પર્ધામાં ચેમ્પિયન બની હતી જેને લઈને શાળા પરિવારે આભિનંદન આપ્યા છે

Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારી જિલ્લા ક્રિડામંડળ દ્વારા વિવિધ સ્પર્ધાઓ જેમાં માધ્યમિક વિભાગમાં બહેનોની ટીમ રસ્સાખેંચ સ્પર્ધામાં ફાઈનલમાં રનર્સઅપ રહી હતી તેમજ ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં બહેનોની ટીમ રસ્સાખેંચ સ્પર્ધામાં ફાઈનલમાં વિજેતા બની શાળા પરિવારનું ગૌરવ વધારી નામ રોશન કર્યું હતું.

સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીનીઓ રમીલા, નિકિતા, રેખા, વિજયા, જમના, અંજલિ, પલ્લવી, લીલા વગેરે ખેલાડીઓને કુશાળતા પુર્વક પોતાની રમત દાખવી હતી આ વિદ્યાર્થીનીઓને તૈયાર કરવામાં શિક્ષકશ્રી બિરારીસાહેબ, અખ્તરભાઈ, શૈલેષભાઈને શાળાના આચાર્યશ્રી આર.જે.થોરાતે મહેનત કરી હતી