ગુજરાત: ભારતીય સ્ટેટ બેંકમાં ક્લર્કથી લઈને અધિકારી પદો પર નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા યુવાનો માટે એક સારી તકના હવે છેલ્લા 3 દિવસ બાકી રહ્યા છે ત્યારે જે ઉમેદવારો આ ભરતી માટે લાયકાત ધરાવતા હોય તેઓ હજુ પણ અરજી કરી શકે છે.

SBI ની આ ભરતીમાં કુલ 1438 પદો પર નિમણૂક કરવામાં આવશે. આ અંગેની જાહેરાત sbi.co.in પરથી જાણીને અરજી કરી શકો છો. ઉમેદવારોએ 10 જાન્યુઆરી સુધીમાં પોતાની અરજીઓ સબમિટ કરાવવાની રેહશે. ભરતીની વિગતો મુજબ ક્લર્કઃ 25,000 રૂપિયા, જેએમજીએસ-। 35,000 રૂપિયા, MMGS-II અને MMGS-III- 40,000 રૂપિયા રેહશે.

SBI ભરતી માટે જે ઉમેદવારો અરજીનું વિચારી રહ્યા છે તેમણે recruitment.bank.sbi પર સરળતાથી ફોર્મ ભરી શકે છે અને તેના અંગેની સંબધિત જાણકારી કે નોટિફિકેશન SBI Recruitment 2023 Notification આ લિંક પર ચકાસી શકે છે. આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી અરજી કરનારાના તમામ ફોર્મને શોર્ટલિસ્ટિંગ કર્યા બાદ ઈન્ટરવ્યુના માધ્યમથી કરવામાં આવશે.