નવસારી: ક્યારેક કોઈનું ભૂલ, કોઈ માટે મોતનું કારણ બની જતી હોય છે આ જ વિધાન ગતરોજ એક અકસ્માતની ઘટનામાં જોવા મળ્યું. નેશનલ હાઇવે નંબર 48 પર એક ટ્રક ચાલક દ્વારા ખડસુપા જઈ રહેલા યુવાને અડફેટે લઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા ભૂલા ફળિયા ગામની નજીક 23 વર્ષીય ભાવેશ કાંતિભાઈ નાયકા જે કોઈ સગાં સંબધીને ટિફિન આપવા માટે વગળવાડ વેગામથી ખડસુપા જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલક દ્વારા યુટર્ન મારતી વખતે પાછળના ભાગમાં બાઈક સાથે આવી ગયા હોવાથી તેમનું ઘટના સ્થળ પર જ દર્દનાક ભર્યું મૃત્યુ થયું હતું. ઘટના સ્થળ પર જાણ થતાં તાત્કાલિક ધોરણે આવેલી પોલીસે ભાવેશભાઈની લાશને PM માટે સિવિલમાં મોકલી આપી હતી.

હાલમાં ગ્રામ્ય પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીનો શરુ કરી છે. પોલીસને તપાસમાં ટ્રક ચાલક મૂળ તમિલનાડુનો રહેવાસી અને તેનું નામ સુધાકરણ મુઠ્ઠું હોવાનું બહાર આવ્યું છે.