સુરત: વર્તમાન સમયમાં ગણતરીના મિનિટોમાં હજારો અને લાખો લોકો સુધી માહિતી પોહચાડી દેનાર સોશિયલ મીડિયા યુવતીનું જીવન બ્લેકમેલથી કેવી રીતે બરબાદ કરી નાખે તેનો યુવાઓ અને માતા-પિતાના આંખો ઉઘાડનારો કિસ્સો હાલમાં જ સુરતમાં નોંધાયો છે.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે બોટાદ તાલુકાના ખાંભડા ગામમાં રહેતા ઇસમેં એક યુવતીના કેટલાક ફોટો મોર્ફ કરીને તેને બીભત્સ ફોટો બનાવ્યા હતા. અને ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી ત્યારબાદ યુવતીના ફોટો વાયરલ પણ કર્યા હતા. આ સમગ્ર મામલો મામલો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને પોલીસે યુવતીની ફરિયાદ લઈ સમગ્ર મામલે તપાસ કરી યુવતીને બદનામ કરનાર ઇસમની ધરપકડ કરી છે.

યુવતીએ સમગ્ર ઘટના વિષે પોલીસને ફરિયાદ આપતા સુરત સાયબર ક્રાઈમ પોલીસે ટેકનિકલ સર્વે લેન્સના આધારે બાતમીના આધારે પોલીસે જગદીશ પ્રકાશ મકવાણા નામના ઇસમની ધરપકડ કરી છે. આ ઈસમ બોટાદ તાલુકાના ખાંભડા ગામનો છે. તેની ઉંમર 20 વર્ષની છે. તેની સામે આ પહેલા પણ બરવાળા પોલીસ સ્ટેશન, વ્યારા પોલીસ સ્ટેશન અને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા ની માહિતી મળી છે.